Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Friday, May 31, 2019

સેવાપોથીમાં નોંધ માટે જરૂરી ડોક્યુમેન્ટ

  સેવાપોથીમાં નોંધ માટે જરૂરી ડોક્યુમેન્ટ
ક્રમ  સેવાપોથીમાં નોંધ માટે જરૂરી ડોક્યુમેન્ટ ડાઉનલોડ 
1  સેવાપોથીમાં નોંધ માટે જરૂરી ડોક્યુમેન્ટ : PDF ફાઈલ સ્વરૂપે
2 સર્વિસ બુકમાં નોંધ કરવાની બાબતો
3
4
5

  સેવાપોથીમાં નોંધ માટે જરૂરી ડોક્યુમેન્ટ

ક્રમ  સેવાપોથીમાં નોંધ  નોંધ પાડવા જરૂરી ડોક્યુમેન્ટ
1 નિમણૂક નોંધ નિમણૂક ઓર્ડર / હાજર રિપોર્ટ
2  જન્મ તારીખની ખરાઈ અંગે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર  (અસલ / પ્રમાણિત કરેલ )
3  મેડિકલ ફિટનેસ નોંધ  મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ (ઓરીજનલ)
4  CCC પરીક્ષા નોંધ માન્ય યુનિવર્સિટીનું  સરકારી કર્મચારી તરીકે ચાલુ નોકરીએ આપેલ પરીક્ષાનું રિઝલ્ટ (એક પેજ માં આગળના ભાગમાં નોટિફિકેશન અને પાછળના ભાગમાં રીઝલ્ટ)
5 હિન્દી મુક્તિ SSC.HSC.PTC  હિન્દી  વિષય હોય તે માર્કશીટ
6  કાયમી થયા નોંધ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબનો નિયમિત કર્યા અંગેનો આદેશ
7 કાયમી પગાર બાંધણી નોંધ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો પગાર બાંધણી કાર્યાલય આદેશ
8 જૂથ વીમા નોંધ કાયમી થયા ઓર્ડર / દ્વિતીય હાયરગ્રેડ હુકમ
9  વર્ધિત પેન્શન યોજના  પ્રાણ કિટની ઝેરોક્ષ
10  સાતમા પગાર પંચ પગાર બાંધણી સાતમા પગાર પંચની એનેક્ષર (બંને પેજ)
11  સામાન્ય નિયુક્તિ નોંધ  સામાન્ય નિયુક્તિ ફોર્મ -1
12  વાર્ષિક ઇજાફા નોંધ ઓનલાઈન  ઇન્ક્રીમેન્ટ એનેક્ષર (6 / 7 પગાર પંચ)
13  વળતર રજા કામગીરી ઓર્ડર અને પ્રમાણ પત્ર
14
રજા મંજૂરી નોંધ 
(મેડિકલ, પિતૃત્વ ,પ્રસુતિ ,પ્રાપ્ત રજા)
તાલુકા પ્રાથમિકશિક્ષણાધિકારીશ્રી રજા મંજૂરીનો કાર્યાલય આદેશ (નોંધ - રજા મંજુર કરાવેલ ન હોય તો જરૂરી આધાર અને મુખ્ય શિક્ષકશ્રીના  સહી સિક્કા સાથે રજા રીપોર્ટ )
15 નિમ્ન પ્રાથમિક માથી ઉચ્ચ પ્રાથમિક વિકલ્પ  1.વિકલ્પો ઓર્ડર , 2.શાળામાંથી છૂટા થયા રિપોર્ટ ,3.શાળામાં હાજર થયા રિપોર્ટ
16 આંતરિક / તાલુકા ફેર / વધ બદલી / જિલ્લાફેર / પ્રતિનિયુક્તિ (સી.આર.સી) 1.બદલી ઓર્ડર ,2.શાળામાંથી છૂટા થયા રિપોર્ટ,3.શાળામાં હાજર થયા રિપોર્ટ
17 એલટીસી(LTC) નોંધ એલટીસી(LTC) મંજૂરીનો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો હુકમ
નોંધ :    ઉપરોક્ત પૈકી જે શિક્ષક ને જે નોંધ બાકી હોય એ જ ડોક્યુમેન્ટ ગ્રુપ શાળા આચાર્ય મારફત રજૂ કરવા

  સર્વિસ બુકમાં નોંધ કરવાની બાબતો : 
ક્રમ  પ્રસંગ  વિગત
નવી નિમણૂક થયે   પ્રોબેશન ,હંગામી કે કાયમી નિમણૂક
 હંગામીમાંથી કાયમી નિમણૂક થયે તેની નોંધ
વિકલ્પો પગાર ધોરણમાં ફેરફાર થયે
પેન્શન તથા સેવા અંગેના નિયમોમાં  ફેરફાર  થયે 
 નિયુક્તિ  (૧)  મૃત્યુ સહ ગેજ્યુઈટી માટે (૨)  કુટુંબ પેન્શન માટે 
(૩) પ્રોવિડંડ ફંડ નિયુક્તિ (૪)  જુથ વીમા યોજના હેતુ માટે નિયુક્તિ
વતનનો એકરાર રજા - પ્રવાસ રાહત માટે " વતનનું સ્થળ જાહેર કરવાનો એકરાર" 
પગાર ધોરણમાં ફેરફાર અને ઇજાફા બઢતી મળીએ તેની વિગતની નોંધ
  પગાર- ધોરણમાં ફેરફાર થયે,  નવા પગાર ધોરણની વિગત નક્કી થયે ઈજાફાની તારીખ સાથે
ઈજાફો મંજુર થયે નવો પગાર
વધારાનું પગાર તથા અન્ય ભથ્થાંઓ જે પગાર તરીકે ગણાતા હોય કે મંજુર થયે  તેનો દર અને સમયગાળાની નોંધ
ફરજમોકુફી અને ફરી ફરજ પર હાજર થયે  ફરજમોકુફી પર ઉતારવામાં આવ્યા હોય તો કઈ તારીખ થી 
ફરજમોકુફી પરથી ફરી નોકરીમાં વિનિયમિત કરવામાં આવે ત્યારે હાજર થવાની તારીખ સાથે
બદલી થયાની નોંધ તથા હાજર થવાનો સમય  બદલી થયે  છૂટા /  હાજર થયાની નોંધ
 રજા  પ્રાસંગિક રજા સિવાયની તમામ ભોગવેલ રજાના સમય અને પ્રકારની નોંધ
 રજાનું રોકડમાં રૂપાંતર  જ્યારે - જ્યારે રજાનું રોકડમાં રૂપાંતર કરી રકમ ચુકવવામાં આવે ત્યારે સમય ગાળો અને રકમની વિગતની નોંધ
૧૦  રજા પ્રવાસ રાહત (એલ. ટી. સી)   રજા પ્રવાસ ખરેખર ભોગવેલ હોય તો તેની વિગતો,  બ્લોક વાઇઝ અને રોકડમાં મેળવેલ રજા પ્રવાસ રાહતની નોંધ
૧૧  હિન્દી, ગુજરાતી તથા ખાતાકીય  અને અન્ય ફરજિયાત પરીક્ષા અંગે  જ્યારે -  જ્યારે ખાતાકીય અને અન્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થાય ત્યારે તેની નોંધ
૧૨ વિશેષ નોંધ  પ્રશંસનીય કામગીરી, મેળવેલ સિધ્ધિ,  ઈનામ કે પ્રમાણ પત્રની નોંધ
૧૩ નોકરીમાં શિક્ષા થયેલ પ્રસંગોની નોંધ નાની કે મોટી શિક્ષા થઈ હોય તેની નોંધ
૧૪ પગારની અસર થવાની સંભાવના હોય તથા નોકરીમાં તૂટ ગણવાની હોય તેવા પ્રસંગો અનધિકૃત ગેરહાજરી,  રજા કરતાં વધુ મુદત સુધી ગેરહાજરી,  હડતાલનો સમય,  મળવાપાત્ર સમય કરતા વધુ સમય ભોગવી જોઇનિંગ ટાઈમ તથા વધુમાં વધુ મળતી રજા તથા અધિકૃત ગેરહાજરી પછીની ગેરહાજરી જેને લઇને નોકરીમાં તૂટ પડી તેમ ગણાય છે તે તથા અન્ય પ્રસંગોની નોંધ
સ્વેચ્છિક નિવૃત્તિ,  ફરજિયાત નિવૃત્તિ,  રુખસદ તથા સિન્યોરીટીમાં ફેરફાર થયે  નોશનલ પગાર ગણવાનો હોય તેની ગણતરી પેન્શનપાત્ર પગારમાં કરવાની હોય તેવા બનાવોની નોંધ, ફરજિયાત નિવૃત્તિ કે રુખસદ આપ્યા બાદ ફરી નોકરી પર ફરજીયાત લેવામાં આવ્યા હોય તેવા કિસ્સામાં વચ્ચેનો સમયગાળો,  રાજીનામું આપ્યા બાદ તે પાછું ખેંચ્યું હોય તેવા કિસ્સામાં વચ્ચેના સમય ગાળા વગેરેની નોંધ




Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera