Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Sunday, June 07, 2020

શિક્ષક દિન - Dr. સર્વપલ્લી રાધાકૃષ્ણન

શિક્ષક દિન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે માહિતી

શિક્ષક દિન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ

India first Vice-President
Avatar

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે માહિતી

જન્મની વિગતપાંચમી સપ્ટેમ્બર, ૧૮૮૮
તિરૂત્તાની, તામિલ નાડુભારત
મૃત્યુની વિગતસત્તરમી એપ્રિલ, ૧૯૭૫
ચેન્નઈતામિલ નાડુભારત
કાર્યકાળ૧૩ મે, ૧૯૬૨ થી ૧૩ મે, ૧૯૬૭
પુરોગામીરાજેન્દ્ર પ્રસાદ
અનુગામીડૉ. ઝાકીર હુસૈન
અભ્યાસતત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.
ખિતાબભારત રત્ન, સર (બ્રિટીશ)
ધર્મવેદાંત,હિન્દુ
જીવનસાથીશિવકામ્મા (Sivakamamma)
સંતાન૫ પુત્રી,૧ પુત્ર સર્વપલ્લી ગોપાલ
નોંધ
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે.

  સર્વપલ્લી રાધાકૃષ્ણન (તેલુગુ:సర్వేపల్లి రాధాకృష్ణ, તમિલ:சர்வேபள்ளி ராதாகிருஷ்ணன்), ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા. તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો. તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૬૨) અને દ્વિતિય રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. જીવન સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેઓનું બાળપણ તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિ માં વિત્યું હતુ. તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું . રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો. ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. ૧૯૫૨માં તેમની વરણી ભારતના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે ડો. રાધાકૃષ્ણન દેશ દુનિયામાં ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતા છે. વર્ષો પહેલાં ફિલોસોફર પ્લેટોએ લખેલું કે આદર્શ રાજ્ય એ કહેવાય જ્યાં રાજા દાર્શનિક હોય. ડો. રાધાક્રિષ્નન રાષ્ટ્રપતિ બન્યા એટલે એ વાત થોડી-ઘણી સાચી સાબિત થઈ. રાધાક્રિષ્નનનો જન્મ ૧૮૮૮માં આંધ્ર પ્રદેશના ધાર્મિક શહેર તિરૂતનીમાં થયેલો. તેમના પિતા સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતામ્મા ગરીબ બ્રાહ્મણ હતાં. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં. તેમની પ્રગતિ બહુ સીધી લીટીમાં હતી. દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં. ૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. ૧૯૪૯માં કૃષ્ણન રશિયામાં ભારતના રાજદૂત બન્યા. સરમુખત્યાર જોસેફ સ્તાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતો. પણ રાધાકૃષ્ણનને બે વખત મળ્યો. આક્રમકતા અને બળપ્રયોગ કરી સત્તા પર આવેલા સ્તાલિનને ઈશારો કરતાં કરતાં કૃષ્ણને કહેલું કે અમારે ત્યાં પણ એક રાજાએ ધરાર સત્તા હાંસલ કરી એ પછી તેને કલિંગમાં પશ્ચાત્તાપ કરવાનો વારો આવેલો. સ્તાલિન-કૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને આશ્ચર્ય થયેલું. ૧૯૫૨માં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતાં રાધાકૃષ્નને ભારત બોલાવી લેવાયા. અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. ૧૯૫૪માં તેમને ભારત રત્ન આપી દેવાયો હતો. ૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો. અગાઉ નોંધ્યું તેમ તેમની વિશ્વભરમાં ખ્યાતિ હતી. પરિણામે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું. આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ પહેલા પરદેશી હતા. અંતિમ દિવસોમાં તેઓ ઘણું ભૂલી જતાં હતા. તબિયતની પણ ગંભીર સમસ્યાઓ હતી. એ સ્થિતિ વચ્ચે જ તેઓએ ૧૯૭૫ની ૧૭મી એપ્રિલે વહેલી સવારે હંમેશાં માટે વિદાય લીધી.
  ➯ યુધ્ધ મોરચે જતાં રસ્તામાં ગાંડીતૂર નદી આવી ત્યારે ગુરૂ-શિષ્ય વચ્ચે પ્રથમ નદી કોણ પાર કરશે તે વિષે રકઝક થઈ. અંતે શિષ્યે એમ કહ્યું કે, “ગુરૂજી ! તમને કંઈ થઈ જશે તો હું બીજો તમારા જેવો ગુરૂ નહીં બનાવી શકું પરંતુ નદી ઓળંગતા કદાચ હું ન રહું તો આપ જેવા સમર્થ ગુરૂ મારા જેવા અનેક રાજાનું નિર્માણ કરી શકશે. માટે મારા દેશને આપ જેવા શિક્ષકની જરૂર હોવાથી પ્રથમ હું નદી પાર કરીશ.” આ ગુરૂ-શિષ્યની જોડી એટલે સિકંદર અને એરિસ્ટોટલ.... આ જ સિકંદર મહાને એકવાર કહેલું- “હું જીવું છું એ મારા માતા-પિતાને આભારી છે પણ હું સારી રીતે જીવું છું એ મારા શિક્ષકને આભારી છે.” કેટલાંક માણસોને એવું કહેતા સાંભળ્યા છે કે, મારે આટલાં વર્ષ થઈ ગયાં મારે ક્યારેય ડોક્ટરની જરૂર પડી નથી. મારે પાયલોટની જરૂર પડી નથી, મારે બિલ્ડરની જરૂર પડી નથી, મારે વકીલની જરૂર પડી નથી, મારે પોલિસની જરૂર પડી નથી, મારે કોઈ રાજકારણીની જરૂર પડી નથી..... વગેરે વગેરે... કોઈ એમ કહેશે કે, મારે ક્યારેય શિક્ષકની જરૂર પડી નથી ??? આ પૃથ્વી ઉપર ભગવાન બાદ સૌથી વધુ ચમત્કાર શિક્ષકોએ કર્યાં છે !!! આ એક શિક્ષક કુમારી સુલિવાનની તાકાત છે કે દેખવાની, સાંભળવાની, બોલવાની શક્તિ ન ધરાવનાર બાળકીને “હેલન કેલર” તરીકે જગ મશહૂર કરી. સંસારમાં માત્ર બે-પાંચ વ્યવસાય જ એવા છે કે જેમાં તમે પ્રત્યક્ષ રૂપે કોઈકની જિંદગીને સર્વોત્તમ બનાવી શકો છો. એ તમામ વ્યવસાયોમાં શિક્ષકનો વ્યવસાય સર્વશ્રેષ્ઠ છે. જો કોઈને શિક્ષક ન હોવાથી કોઈ ફેર ન પડે, એમ માનવાની કલ્પના હોય તો એકવાર માત્ર પ્રયોગ માટે થઈને કોઈ ગામમાં માત્ર દસ વર્ષ માટે સ્કૂલ બંધ કરી દો. જુઓ પછી આવનાર પેઢીની દશા !!! તમારી આજુબાજુ એકવાર ઝીણવટથી નજર કરીને કહો- તમારા બાળકમાં હાલ જે કંઈ સારા સંસ્કાર છે તે તેને ક્યાંથી મળ્યાં છે ? શું આ સંસ્કાર તમારા મોબાઈલ, ઈન્ટરનેટ, ટી.વી., પાડોશીઓ, મિત્રો, સગાં-વહાલાંએ આપ્યાં છે ? ભગવાન રુઠી જાય, દેવતા રુઠી જાય તો ગુરૂ તમારી રક્ષા કરે છે પણ ગુરૂ રુઠી જાય તો તમારી રક્ષા કોઈ કરી શકતું નથી. શિષ્યની પાત્રતા અને શિક્ષકની કર્તવ્ય નિષ્ઠા ભળે છે ત્યારે-ત્યારે શ્રી કૃષ્ણ-સાંદિપની, દ્રોણ-અર્જુન, વશિષ્ઠ-શ્રીરામ, ગોખલે-ગાંધી, રમાકાંત આચરેકર-સચિન, હરિદાસ-તાનસેન, ચાણક્ય-ચંદ્રગુપ્ત મૌર્ય, રામકૃષ્ણ પરમહંસ-સ્વામી વિવેકાનંદ ઈતિહાસ સર્જે છે.* લોકલાડીલા અબ્દુલ કલામના શબ્દો હતાં- આ દેશને ભ્રષ્ટાચાર મુક્ત અને સુંદર મનવાળા લોકોનો દેશ ત્રણ જ વ્યક્તિ બનાવી શકે છે- માતા-પિતા અને શિક્ષક.... કોઈ સ્કૂલનું બહું મોટું નામ છે તો સમજો કે ત્યાંની બિલ્ડિંગ ફેસિલિટીના કારણે નહીં પણ ત્યાંના શિક્ષકોના કારણે તે સુવિખ્યાત છે. એક સ્વરુચિ ભોજનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તેમાં એક યુરોપીયને એમ કહીને ભારતીયોની હસી ઉડાવી કે, ભગવાન આપણને ખૂબ ચાહે છે એટલે આપણને સૌને ગોરી ચામડીના બનાવ્યાં. એક ભારતીય સમસમી ગયો. એ કાર્યક્રમમાં સ્ટેજ પર એનો બોલવાનો વારો આવ્યો. તે ભારતીયએ એક વાર્તા કહી, “ઈશ્વર એક વખત રોટલી બનાવવા બેઠા. પહેલી રોટલી બનાવી પણ તે કાચી રહી. એ સાવ ધોળી રહી. ઈશ્વર બીજી વાર ધ્યાન રાખીને રોટલી બનાવી. આ વખતે રોટલી વધારે શેકાઈ જવાથી કાળી થઈ ગઈ. બે વારના અનુભવ બાદ પ્રભુએ ખૂબ સાવચેતીથી ત્રીજી રોટલી શેકી. આ રોટલી ના કાચી રહી કે ના બળી ગઈ. તે સરસ પાકેલી અને ખાવાલાયક બની. તે ઘઉંવર્ણી હતી. પેલા યુરોપિયનને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. આ ભારતીય સજ્જન એ તે બીજું કોઈ નહીં પણ જેની યાદમાં આપણે “શિક્ષક દિન” ઉજવીએ છીએ તે સર્વપલ્લી રાધાકૃષ્ણન હતાં. શિક્ષક મિત્રોને એક વિનંતી – ગમે ત્યાંથી સમય કાઢીને ત્રણ પુસ્તકો વાંચજો- દિવાસ્વપ્ન, તો-તો ચાન અને સમર હિલ. ઉસને જરૂર કીસી સે મહોબ્બત કી હોગી, ક્યૂંકી વો બાત કરતે બાર-બાર રોતા ! શિક્ષકો પ્રત્યે લાગણી છે એટલે કહું છું, પોતાના વ્યવસાય પ્રત્યે સજાગ રહેજો. વાંચ-મનન-ચિંતન ચાલુ રાખજો. વર્ગમાં જાઓ ત્યારે હસતાં મોંએ જજો. જે શિક્ષક વિભુના વરદાન જેવાં માસૂમ બાળકોના વર્ગમાં ખુશ રહી શકતો નથી તેને સ્વર્ગ મળે તોય દુ:ખી જ રહેશે !!! ક્લાસરૂમને ખાસ-રૂમ બનાવી બાળદેવોની સેવા કરજો. શિક્ષક એટલે પરમાત્માનો સદભાવના દૂત. જગતને પાષાણયુગથી આર્ટીફીશિયલ ઈન્ટેલિજન્ટ્સ યુગ સુધી પહોંચાડનાર એકમાત્ર વ્યવસાયકાર હોય તો તે વન એન્ડ ઓન્લી ટીચર છે ! જય શિક્ષક.

  મને ખાલી પુસ્તકીયો ભાર ન આપો, હું શિક્ષક છું. મને માનવ ધર્મ નો સાર ન આપો, હું શિક્ષક છું. મારે સાંકળ નહી ઝાકળ ઝીલવાની હોય છે, આંખે મારી સરોવર બંધિયાર ન આપો, હું શિક્ષક છું. મારે તો ચાંદ સુરજ ઉગાડવા છે વર્ગખંડમાં, સાવ મને મશિનનો આકાર ન આપો, હું શિક્ષક છું. હું મથુ છુ ચોમાસું જીવતું કરવા રોજેરોજ, મને સુકકા રણ જેવી પતવાર ન આપો, હું શિક્ષક છું. હું તો શાળાના વૃક્ષનું પતંગિયું છુ ભલા આમ, લડવા હવા સાથે મને કટાર ન આપો, હું શિક્ષક છું. આજ ઐસા શિક્ષક હોના ચાહીએ જો બચ્ચો કો જાન શકે પહેચાન શકે, અગર બચ્ચે ચલ રહે હો તેજ બારીશમે, તો ભી ઉસકે આંસુ કો પહેચાન શકે,
  ડો.વસંત પરીખના શબ્દોમાં કહીએ તો' આપણે જે કરીએ છીએ,તે ધંધો છે કે કર્મ છે કે ધર્મ? આપણે જેમાંથી રળીએ છીએ તેમાં "ફિટ" "મિસફિટ"કે "અનફિટ"છીએ?એ વળગણ છે કે વ્રત? એ લાચારી છે કે વફાદારી? એ સમજણનું સગપણ છે કે પૈસાનું વળગણ? એ કર્તવ્યની યાત્રા છે કે વેઠ ગઠરીયાની ચાલ? ભીતર પડેલું છે તેને પોષીએ છીએ કે શોષીએ છીએ? આપણી શૈલીને શીલના લગ્ન થયેલા છે કે થેલીને દિલના? મૂળે સવાલ દિલનો છે દિલ દઈને કામ કરવાનો છે. આજે ચારેબાજુથી પ્રાથમિક શિક્ષકો, પ્રાથમિક શિક્ષણ ઉપર પ્રશ્નો થઈ રહ્યા છે, શિક્ષકો તરફ આંગળીઓ ચીંધાઈ રહી છે, શિક્ષણ સાથે સાથે અન્ય શિક્ષણ સિવાયની અનેકવિધ કામગીરીઓ કરતા શિક્ષકોની નિષ્ઠા પર પ્રશ્નાર્થ થઈ રહયા છે ત્યારે આપણને ખ્યાલ છે કે આપણે અનેકવિધ કામગીરી કરી,અનેક ઘોડે સવાર થઈને આપણે આપણી ફરજ બજાવીએ છીએ, એક પણ વિભાગ એવો નથી કે જેને શિક્ષકોના સહકારની જરૂર ન હોય,અને એક પણ વિભાગના વહીવટી વડા એવા નથી કે જે શિક્ષક પાસે ભણ્યા ન હોય, કહો કે કોઈપણ વિભાગની શરૂઆત જ શિક્ષકથી થાય છે એવા ગૌરવશાળી વ્યવસાય સાથે જોડાયેલા છીએ ત્યારે આજના આ "શિક્ષકદિન" નિમિત્તે તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા શિક્ષકો, પ્રતિભાશાળી શિક્ષકોને કોટી કોટી અભિનંદન સાથે વંદન..... સહ.. સૌ શિક્ષક ભાઈઓ અને બહેનોને શિક્ષક દિન ની હ્ર્દયપૂર્વકની શુભેચ્છા.... જય શિક્ષક..!




" Dr. Sarvapalli Radhakrishnan more detail wiki pedia click blow link "


Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera