➯અહીં ધોરણ 6 થી 8 માં ઉપયોગી થાય એવી કવિતાઓનો
સંગ્રહ એમપીથ્રી(MP3) સ્વરૂપે
મૂકવામાં આવ્યો છે આપને શિક્ષણ કાર્ય માં જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે ડાઉનલોડ
કરીને એનો ઉપયોગ કરી શકો છો.
વનમાં વૃક્ષોનો વાસ રહેવા દો
તળાવ-ઝરણામાં શ્વાસ રહેવા દો
વૃક્ષ હોય છે વસ્ત્ર જંગલના
ઝૂંટવો નહી આ પોશાક રહેવા દો
વૃક્ષ પર માળો છે પક્ષીનો
તોડશો નહી આ નિવાસ રહેવા દો
વૃક્ષ-છોડ ચિરાગ છે વનના
વનમાં બાકી ઉજાસ રહેવા દો
વન વિલક્ષણ વિદ્યા છે કુદરતની
વૃક્ષોનો વાસ રહેવા દો .
દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થયી જાય
દીકરી મારી લાડકવાયી
એક જ સ્મિત માં તારા ચમકે મોતીડા હાજર
ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ
રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
રૂપ માં તારા લાગે મને પરી નો અણસાર
દીકરી મારી લાડકવાયી
કાલી
ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે
પ પ પગલી ચલાવતા બાપ નું હૈયું ઝૂમે
દીકરી મારી લાડકવાયી
દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર
હૈયા
ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવું
હાલરડાં ની રેશમી રજાઈ તને હું ઓઢાડું
દીકરી મારી લાડકવાયી
પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર
દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે
રે
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે
સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે
સમ દ્રષ્ટીને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે
જીહ્વા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે
વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર
તાર્યા રે
-નરસિંહ મહેતા
માધવ ક્યાંય નથી મધુવનમાં
ફૂલ કહે ભમરાને
ભમરો વાત વહે ગુંજનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં
કાલિન્દીના
જલ પર ઝૂકી પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં વેણુ વાતા'તા વનમાળી
લહર વમળને કહે
વમળ એ વાત સ્મરે સ્પંદનમાં
માધવ
ક્યાંય નથી મધુવનમાં
કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી
નંદ કહે જશુમતીને
માતા વ્હાલ
ઝરે લોચનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં
શિર પર ગોરસ મટુકી
મારી વાટ ન કેમે ખૂટી
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી
કાજળ કહે આંખોને
આંખો વાત
વહે અંશુવનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં
- હરીન્દ્ર દવે
હવે છપ્પનની છાતી દેખાણી.
અવળા આતંકીને ભોં-ભેગા કરવાની સવળી આ રીત અમે
માણી;
હવે છપ્પનની છાતી દેખાણી.
વરસોથી લૂંટાતા, પિંખાતા, ચૂંથાતા લોકોની પડખે ઊભા છો,
આકરા છતાંય ખૂબ ચોક્કસ મનસૂબા લઈ આવેલા
પહેલાં સૂબા છો,
ઊછરતી, સળવળતી,
ઊકળતી
લાગણીને સૂપેરે કેવી પિછાણી!
હવે છપ્પનની છાતી દેખાણી.
ખુન્નસથી ખળખળતા લાખ્ખો જવાનોના પગમાં લગાવી'તી બેડી,
છુટ્ટો જરાક દોર આપ્યો તો જોયું ને કેવી
મુસાફરી ખેડી!
દુશ્મનના ભાગે તો કોઠીમાં મોં ઘાલી રહ્યું
રોવાનું પોક તાણી;
હવે છપ્પનની છાતી દેખાણી.
➯આજરોજ તારીખ :5 /8 /2019 ના રોજ જમ્મુ કાશ્મીર માં થી કલમ 370 નાબૂદ કરતાં તુષાર શુક્લ એ લખેલ ગીત કાવ્ય
સાહેબે સાફ કરી નાખ્યા
તિરંગો ઓઢીને સૂતા જવાનોને
આપી સલામી આજ સાચી
મનાવે દેશ આખો દીવાળી આજ
અને હૈયે હૈયું રહ્યું છે નાચી
ભારતમાતા તણા પાલવ પર લાગેલા
ડાઘાને આજ ધોઇ નાખ્યા .
સાહેબે સાફ કરી નાખ્યા.
માતાના માથા પર બેસીને રમવાનો
છોરુને દીધો અધિકાર
પણ માથે બેસીને જો છાણા થાપે
તો ખાવો પડે છોરુને માર
જોઇ લેશું જોઇ લેશું - કહેનારા લોકોને
ઝટકામાં આજ જોઇ નાખ્યા
ભારતમાતા તણા પાલવ પર લાગેલા
ડાઘાને આજ ધોઇ નાખ્યા.
સાહેબે સાફ કરી નાખ્યા
સેના પર પથ્થર ને ગોળી ચલાવનારા
દરમાં ભરાઇ આજ બેઠા
પરદા પાછળથી જે ચાલતા’તા ચાલ
હાથ એના પડ્યા છે આજ હેઠા
જેમના એ ગંદા ઇશારે જુવાનિયાએ
મોંઘેરા જીવ ખોઇ નાખ્યા
ભારતમાતા તણા પાલવ પર લાગેલા
ડાઘાને આજ ધોઇ નાખ્યા
સાહેબે સાફ કરી નાખ્યા
ભારતમાતા તણા સાળુના થીગડાને
દીકરાએ દૂર કરી દીધું
કરી બતાવ્યું આજ છપ્પનની છાતીએ
છાતી ઠોકીને હતું કીધું
શહીદોની માતાની આંખોમાં છલકાયાં
આંસુને આજ લોઇ નાખ્યા
ભારતમાતા તણા પાલવ પર લાગેલા
ડાઘાને આજ ધોઇ નાખ્યા.
- તુષાર શુક્લ
➪શબ્દોનો અદભૂત વૈભવ...
અષાઢ
ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્
બની બહારમ્, જલધારમ્
દાદુર
ડક્કારમ્, મયુર પુકારમ્
તડિતા તારમ્, વિસ્તારમ્
ના લહી
સંભારમ્, પ્યારો અપારમ્
નંદકુમારમ્
નિરખ્યારી
કહે રાધે
પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો
ગિરધારી
શ્રાવણ જલ
બરસે, સુંદર સરસેં
બાદલ ભરસે, અંબરસેં
તરુવર
વિરિવરસે, લતા લહરસે
નદિયાં પરસે, સાગરસેં
દંપતી દુઃખ
દરસે, સેજ સમરસેં
લગત જહરસેં, દુઃખકારી
કહે રાધે
પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો
ગિરધારી
ભાદ્રવટ
ભરિયા, ગિરિવર હરિયા
પ્રેમ
પ્રસરિયા, તન તરિયા
મથુરામેં
ગરિયા, ફેરન ફરિયા
કુબજા વરિયા, વસ કરિયાં
વ્રજરાજ
વિસરિયા, કાજન સરિયા
મન નહિ
ઠરિયા, હું હારી
કહે રાધે
પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો
ગિરધારી
આસો મહિનારી, આસ વધારી
દન દશરારી, દરશારી
નવનિધિ
નિહારી, ચઢી અટારી
વાટ સંભારી, મથુરારી
ભ્રખુભાન
દુલારી, કહત પુકારી
તમે થીયારી
તકરારી
કહે રાધે
પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો
ગિરધારી..