
➱ અહીં શાળા પ્રવેશોત્સવને લગતી માહિતી અને જરૂરી
સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે.

@
|
પ્રવેશોત્સવ - કન્યા કેળવણી
મહોત્સવ
|
| @ | કોઈપણ
વિસ્તારનું કોઈપણ બાળ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટેનો ઉત્સવ એટલે
પ્રવેશોત્સવ .ધર્મ, જાતિ અને આર્થિક સ્થિતિના ભેદભાવ વગર સમાનતાના ધોરણે શિક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2002 -03થી શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે |
| @ | શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન આટલી બાબતો ધ્યાનમાં રાખી શકાય. |
| @ | ગામ આગેવાનો ,એસ.એમ.સી સભ્યો ,વાલી ઓ ,શિક્ષકોને સાથે રાખીને આયોજન કરવું. |
| @ | કાર્યક્રમના દિવસની વિવિધ જવાબદારીઓ શિક્ષકોને સોંપવી |
| @ | શાળામાં પ્રવેશપાત્ર 6 થી 14 વર્ષના વય જુથના બાળકોની યાદી બનાવવી. |
| @ | કોઈ બાળક અધ વચ્ચે શાળા છોડી ગયેલ હોય તો તેને શાળામાં પ્રવેશ આપવા આયોજન કરવું. |
| @ | બાળકોને શૈક્ષણિક કીટ આપનાર દાતાનું સન્માન કરવું |
| @ | પ્રવેશપાત્ર બાળકોને શાળામાં આવકારવા |
| @ | કાર્યક્રમના દિવસે જ શાળાના તમામ બાળકોને પાઠ્યપુસ્તકો અપાય જાય તેવી વ્યવસ્થા કરવી |
| @ | શાળામાં અભ્યાસ પૂર્ણ કરી આગળ અભ્યાસ કરના બાળકોની યાદી બનાવવી |
| @ | યોગ પરિચય નિદર્શન 10 થી 15 બાળકો દ્વારા અલાયદુ સ્ટેજ બનાવીને કરાવવું |
| @ | પ્રવેશપાત્ર બાળકોના ડ્રેસ ઉપર તેમના નામનો બેઝ લગાવવો |
| @ | બાળકને વિદ્યાલક્ષી બોન્ડ જો મળવાપાત્ર હોય તો વિતરણ કરવું |
| @ | સરકાર શ્રી દ્વારા નવનિર્મિત વર્ગખંડનું લોકાર્પણ તેમજ નવા શરૂ કરવાના કામનું ખાતમુહૂર્ત કરાવવું |
| @ | એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી દ્વારા જ કાર્યક્રમનું સંચાલન થાય તેવું આયોજન કરવું |
| @ | ધોરણ ત્રણ થી આઠ માં પ્રથમ ત્રણ ક્રમાંકે ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું |
| @ | શાળામાં ભણેલા ગામના વયોવૃદ્ધ વ્યક્તિનું સન્માન અને પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપેલ વ્યક્તિનું સન્માન કરવું |
| @ | એસ.એમ.સી સભ્યોને ઓળખકાર્ડ આપી તેમની બેઠક વ્યવસ્થા બીજી હરોળમાં ગોઠવવી |
| @ | શાળાના ડ્રોપ આઉટ રેટ અને ગામના સાક્ષરતા દરની વિગતો સાથે શાળાની પ્રોફાઇલ અપડેટ કરવી |
| @ | ગત વાર્ષિક પરીક્ષાની તમામ ઉત્તરવહીઓ યોગ્ય જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ રહે તેમ રાખવી |
| @ | આવનાર મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ માટે સ્થાનિક વનવિભાગનો સંપર્ક કરી રોપાઓ ની વ્યવસ્થા કરવી |
| @ | |
| @ |
All District Login (SAS) ગુજરાત
મધ્યાહન ભોજન આંકડા એન્ટ્રી
Bhavnagar Bio-Metric Registration
Fit India Registration
Airdroid TO PC
Twitter Account
Facebook Account
youtube chennal
કોમ્પ્યુટર ફોન્ટ
નકશાઓ 





