
➯અહીં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
માટે ઉપયોગીને લગતી માહિતી અને સંદર્ભ
સાહિત્ય મુકવામાં આવશે.
➯આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ગીત
➯વિશ્વ યોગ દિવસ : 21 જૂન
➯યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર
વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ
છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો
પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા
સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.
➯યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય
સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ,
બૌદ્ધ
અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.
➯ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ
મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. 21મી જૂનનો દિવસ
એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી
જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર
કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21
મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.
➯વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સભામાં
યોગ વિશે કહ્યું હતું કે,
“યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની
એકતા; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા; આરોગ્ય અને સુખાકારી માટે સાકલ્યવાદી અભિગમ
છે. તે ફક્ત કસરત ન રહેતા આપણા અંતઃઅકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા
કેળવવાનું એક માધ્યમ છે. યોગ એ આપણી જીવનશૈલીમાં બદલવા લાવી જાગૃત્તતા ઉત્પન્ન
કરશે. તે આપણને આબોહવા પરિવર્તન સાથે લડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આપણે સૌ
એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ
કાર્ય કરીએ.”

All District Login (SAS) ગુજરાત
મધ્યાહન ભોજન આંકડા એન્ટ્રી
Bhavnagar Bio-Metric Registration
Fit India Registration
Airdroid TO PC
Twitter Account
Facebook Account
youtube chennal
કોમ્પ્યુટર ફોન્ટ
નકશાઓ 











