Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Thursday, May 23, 2019

ગુણોત્સવ

અહીં ગુણોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો  અને શાળા સંચાલકોની મદદ કરી શકાય એ માટે ગુણોત્સવ ઉપયોગી સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે જેનો ઉપયોગ આ આપ આપની જરૂરિયાત અનુસાર કરી શકશો.
ક્રમ  ગુણોત્સવ ઉપયોગી એકસલ સોફ્ટવેર ડાઉનલોડ 
1 ગુણોત્સવ  શાળા મૂલ્યાંકન સોફ્ટવેર જે શાળાનો ગ્રેડ નક્કી કરવા  ઉપયોગી થઇ શકે આવો શાળા મૂલ્યાંકન સોફ્ટવેર
2 ગુણોત્સવ દરમિયાન શાળાનું મૂલ્યાંકન કરવા માટે જરૂરી પત્રકો એકસલ સોફ્ટવેરમાં ડાઉનલોડ કરવા માટે
3
4
5

ક્રમ ગુણોત્સવ ઉપયોગી માહિતીડાઉનલોડ 
1ગુણોત્સવ આયોજન ફાઇલ pdf સ્વરૂપે
2ગુણોત્સવ આયોજન ફાઇલ-2  pdf સ્વરૂપે
3ગુણોત્સવ રોજકામ ફાઇલ pdf સ્વરૂપે મેળવવા માટે
4ગુણોત્સવ સમયે શાળામાં ભૌતિક સુવિધા,શાળા માટે તૈયાર કરવાના પત્રકો,વર્ગ શિક્ષકે તૈયાર રાખવાના પત્રકો અને ગુણોત્સવ ગુણભારના સોપાનો એક જ પીડીએફ ફાઇલ
5ધોરણ ૨ થી ૫ ગુણોત્સવ ઉપયોગી OMR શીટ front page મેળવવા માટે
6ધોરણ ૨ થી ૫ ગુણોત્સવ ઉપયોગી OMR શીટ back page મેળવવા માટે
7ધોરણ - 8 ગુણોત્સવ ઉપયોગી OMR  શીટ blank મેળવવા માટે
8ધોરણ - 7 ગુણોત્સવ ઉપયોગી OMR  શીટ blank મેળવવા માટે
9ધોરણ - 6 ગુણોત્સવ ઉપયોગી OMR  શીટ blank મેળવવા માટે
10ધોરણ ૧ થી ૫ વાંચન લેખન માટે પગલું બુક મેળવવા માટે
11વાંચન,લેખન,ગણન  ઉપયોગી મૂળાક્ષર અને શબ્દો તેમજ વાક્યો pdf ફાઈલ સ્વરૂપે કુલ પેજ (240 )-મેળવવા માટે
12વાંચન,લેખન,ગણન  ઉપયોગી મૂળાક્ષર અને શબ્દો તેમજ વાક્યો pdf ફાઈલ સ્વરૂપે કુલ પેજ (118 )-મેળવવા માટે
13ગુણોત્સવ ઉપયોગી તમામ વિષયોની ધોરણ ૬ થી ૮ ની પ્રશ્ન સંપુટ પુસ્તિકા pdf file સ્વરૂપે
14ગુણોત્સવ ગીત pdf file સ્વરૂપે
15
16
17
18
19
20


ગુણોત્સવનો હેતુ :-
શૈક્ષણિક ગુણવત્તા ચકાસવાનો અને સુધારવાનો છે.
શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટેના ઉપચારાત્મક પગલા લેવા માટે સાચું નિદાન આવશ્યક છે.
નિદાનની સમગ્ર પ્રક્રિયા શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષકો દ્વારા થનાર હોય.
શાળા સ્વમૂલ્યાંકનની માહિતી શાળા કક્ષાએથી વાસ્તવિક સ્વરૂપે મળે એ અત્યંત જરૂરી છે.
પ્રાથમિક શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે લોકભાગીદારી વધુ અગત્યનો ભાગ ભજવે છે.
 શાળા સ્વ-મૂલ્યાંકન પણ શાળા વ્યવસ્થાપન સમિતિની હાજરીમાં થાય તે જરૂરી છે.
ગુણવત્તાનું પ્રથમ સોપાન : બાળકોની શૈક્ષણિક સિદ્ધિ
 શાળાના એકંદર ગુણાંકનમાં બાળકોની શૈક્ષણિક  સિદ્ધિનો ગુણભાર 60% ટકા.
ધોરણ ૧ થી ૫ ના બાળકોની વાંચન-ગણન-લેખન કૌશલ્ય આધારિત શૈક્ષણિક સિદ્ધિ.
ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે સાક્ષરી વિવિધ વિષય (ભાષાસામાજિક વિજ્ઞાનગણિતવિજ્ઞાન)
ગુણવત્તાનું બીજું સોપાન :-  બાળકોની સહ અભ્યાસિક પ્રવૃતિઓ : ગુણભાર ૨૦ ટકા
મુખ્ય પ્રવૃત્તિઓ
પ્રાર્થના સભા
યોગ વ્યાયામ અને રમત ગમત
 વિષયવસ્તુ આધારિત પ્રવૃતિઓ
શાળા પુસ્તકાલય
સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને બાલ સભા
 ગુણવત્તાનું ત્રીજું સોપાન  :- લોક ભાગીદારી અને સંસાધનનો ઉપયોગ : ગુણભાર ૨૦ ટકા
 શિક્ષક આવૃતિ અને સ્વ અધ્યયનપોથી
મધ્યાહન ભોજન યોજના
લોક ભાગીદારી
પાણી અને શૌચાલય
કોમ્પ્યુટરનો ઉપયોગ
અન્ય - વીજળી વ્યવસ્થા,પ્રવાસ-પર્યટન,હાજરી,શાળા સફાઈ,વર્ગ શિક્ષણ તાલીમ,ટી.એલ.એમ ઉપયોગ

ગુણોત્સવ
  શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટે ગુણોત્સવ કાર્યક્રમ યોજાય છે જેમાં શાળાના બાળકોની શૈક્ષણિક અધ્યયન ઉપલબ્ધી એવી  વાંચન- લેખન- ગણન , સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ,  ભૌતિક સંસાધનોનો ઉપયોગ અને લોકભાગીદારી જેવી બાબતોનું મૂલ્યાંકન  કરવામાં આવે છે . વિદ્યાર્થી   શિક્ષક અને શાળાની ગતિ અને પ્રગતિનું મૂલ્યાંકન એટલે ગુણોત્સવ
ગુણોત્સવમાં સમાવિષ્ટ બાબતો : 
Ø  ધોરણ ૨ થી ૮ ના વર્ગોની શૈક્ષણિક ગુણવંતા
Ø  બાળકો દ્વારા જ સંચાલિત વિવિધતા સભર પ્રાર્થના કાર્યક્રમ
Ø  શાળામાં થતી તમામ સહઅભ્યાસિક પ્રવૃતિઓનું યોગ્ય ડોક્યુ મેન્શન
Ø  દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ, ભાષા કોર્નર,  ગણિત -  વિજ્ઞાન મંડળ, ઇકો ક્લબ , ઔષધ બાગ,  કિચન ગાર્ડન,  ખેલ મહાકુંભ
Ø  વિદ્યાર્થી વર્ગખંડ, શાળા પરિસર શૌચાલયની સ્વચ્છતા.
Ø  વોટર ફેસિલિટી,  વેસ્ટ પાણીનું નિકાલ  યોગ્ય ઉપયોગ, વરસાદી પાણીનો સંગ્રહ
Ø  બાળકો દ્વારા જ સંચાલિત શાળા સમિતિઓ
Ø  શાળાના વિવિધ કાર્યક્રમોમાં જનભાગીદારી,  વાલી સંપર્ક
Ø  NMMS,NTSE, શિષ્યવૃતિ ,નવોદય, હિન્દી, ચિત્ર, પ્રતિભા શોધ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકોની ભાગીદારી
Ø  શાળાના તમામ બાળકોનું વાંચન, લેખન, ગણન
Ø  વાંચન- લેખન -ગણન ,રાષ્ટ્રીય તહેવારો ની ઉજવણી, વાર્ષિકોત્સવનું આયોજન
Ø  MCQ  દ્વારા બાળકોની સિદ્ધિ કસોટીઓ
Ø  તમામ બાળકોનો પ્રગતિ રીપોર્ટ , સતત મૂલ્યાંકન  (SCE)
Ø  મધ્યાહન ભોજન યોજનાનું અસરકારક અમલીકરણ
Ø  શાળા પુસ્તકાલય ,વર્તમાન પત્રો ,સામયિકોનો ઉપયોગ
Ø  સામયિકોનો ઉપયોગ ,પાઠ્યપુસ્તકો ,સ્વાધ્યાય પોથી ,નોટબુક, લેખન સકાસણી
Ø  સુરક્ષિત વીજળીકરણ
Ø  શૈક્ષણિક પ્રવાસ-  પર્યટન-  પિકનિક-  પ્રોજેક્ટ-  મુલાકાત
Ø  બાળકોની શૈક્ષણિક સિદ્ધિનો ગુણભાર ૬૦% ટકા અને અન્ય બાબતોનો ગુણભાર 40% ગણી ને શાળાને A+,A,B,C,D  ગ્રેડ આપવામાં આવે છે.


મનુષ્ય તુ બડા મહાન હૈ.

ધરતી કી શાન...ધરતી કી શાન તુ હે મનું કી સંતાન
તેરી મુઠ્ઠીઓમેં બંધ તુફાન હે રે... (२)
ધરતી કી શાન...ધરતી કી શાન તુ હે મનું કી સંતાન
મનુષ્ય તુ બડા મહાન હૈ.
ભૂલ મત મનુષ્ય તુ બડા મહાન હે... (२)
તુ જો ચાહે પર્વત પહાડો કો તોડ દે
તુ જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે
તુ જો ચાહે માટી સે અમૃત નીચોડ દે
અમર તેરે પ્રાણ....મર તેરે પ્રાણ
મીલા તુજકો વરદાન
તેરી આત્મામે સ્વયં ભગવાન હે રે (२)
મનુષ્ય તુ બડા મહાન હૈ...ભૂલ મત.....
નૈનો મે જવાબ...નૈનો મે જવાબ તેરી ગતિ મે ભૂતાલ
તેરી છાતીમે છુપા મહાકાલ હે
ધરતી કે લાલ તેરી હિમગીરી સા ભાલ
તેરી ત્રિપુટી મે તાંડવ સા તાલ હૈ
નિજ કો તુ જાન... ()જરા શક્તિ પહેચાન
તેરી વાણી મે યુગ કા આહવાન હૈ રે ()
મનુષ્ય તુ બડા મહાન હૈ (૨)
ભૂલ મત મનુષ્ય તુ બડા મહાન હે... (૨)
ધરતી કી શાન...ધરતી કી શાન તુ હે મનું કી સંતાન

મનુષ્ય તુ બડા મહાન હૈ.  

ગુણોત્સવ  ગીત

આવ્યો ગુણોત્સવ મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે,

રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાનેસુંદર અક્ષરે મારું નામ લખવું છે.
આવ્યો ગુણોત્સવ...મારે ફરી એકવાર શાળા એજવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી, નળ નીચે હાથ ધરી પાણીપીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી...મરચુ મીઠું ભભરાવેલ, આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.

સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે, કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે, અનપેક્ષીત રજાના આનંદ માટે...
આવ્યો ગુણોત્સવ... મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહજોતાં, મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને, સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં...તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગીજવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા...
આવ્યો ગુણોત્સવ... મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દીવાળીના વેકેશનની રાહ  જોતાં, છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી,
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યાપછી, તેમાંથી ન ફૂટેલા ફટાકડા  શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી  ગમ્મતો દોસ્તોને કહેવા...
આવ્યો ગુણોત્સવ... મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓ ના બોજ કરતાં, પીઠ પર દફતરનો બોજ વળગાડવો છે....
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં, પંખા વીનાના વર્ગમાં બારીખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં, બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે...
"બચપણ પ્રભુની દેણ છે"-તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે...
આવ્યો ગુણોત્સવ... મારે ફરી એકવાર શાળાએ  જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું...આજે જયારે મોટો થયો ત્યારે ખ્યાલ આવે છે કે,
"તૂટેલા સ્વપ્નો" અને "અધુરી લાગણીઓ" કરતા-
"તૂટેલા રમકડા" અને "અધૂરા હોમવર્ક" સારા હતા..
આજે સમજાય છે કે જયારે "બોસ" ખીજાય એના કરતા,
શાળા માં શિક્ષક "અંગુઠા"પકડાવતા હતા એ સારું હતું...
આજે ખબર પડી કે ૧૦-૧૦રૂપિયા ભેગા કરીને જેનાસ્તા નો જે આનંદ આવતો  હતો
એ આજે "પીઝા" માનથી આવતો...
ફક્ત મારે જ નહી,
-કદાચ આપણે બધાને ફરી સ્કુલે
જવું છે...






Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera