Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Tuesday, May 21, 2019

વંદે ગુજરાત ચેનલ

  વંદે ગુજરાત ચેનલના શિક્ષણને લગતા તમામ કાર્યક્રમો  અને અભ્યાસક્રમ વિડિયો,વર્ચુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ટેકનોલોજીના ઇનોવેટિવ ઉપયોગથી ડિજિટલ શિક્ષણ અને જરૂરી બાબતો મુકવામાં આવશે


➯જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ટેકનોલોજીના ઇનોવેટિવ ઉપયોગથી ડિજિટલ શિક્ષણ

                           ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને સર્વ શિક્ષા અભિયાન ગુજરાત દ્વારા માંગ આધારીત  પદ્ધતિથી google ફોર્મ બનાવી ટેકનિકલી સજ્જ અને ટેકનોસેવી શિક્ષકનું સ્વેચ્છાએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શાળાઓની પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી કરવામાં  આવી,  આ શાળાઓમાં પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવેલ  છે.

➯જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળાને મળતી સહાયક સામગ્રી :
v Projector
v IR   Camera
v Computer / Laptop
v Speaker
v White Board
v Wi –fi  Router
v E- Content

                                    આમ મોડેલ અંતર્ગત ૧૦૦ શાળાઓના  વિદ્યાર્થીઓને ટેબલેટ પણ પૂરા પાડવામાં આવનાર છે.  આમ ટેકનોલોજીના ઉપયોગ અને ઈન્ટરેક્ટિવ બોર્ડ તેમજ  ઈ -  કન્ટેન્ટના આધારે  ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન માટે સદર  પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવેલ છે.  જેનું  વ્યાપ  ધીમે -  ધીમે વધારવામાં આવશે.
    More info & update visit  website
વેબસાઇટ :   http://bisag.gujarat.gov.in

➯VIRTUAL    CLASSROOM   PROJECT ( વર્ચુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ  )

                    શિક્ષણ વિભાગ દ્વારા પ્રાયોગિક ધોરણે  GIET,GCERT,BISAG   અને  SSA ના સહયોગથી ગતિશીલ ગુજરાત કાર્યક્રમ હેઠળ આ કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ છે. અંગ્રેજી સિવાય ના મુખ્ય વિશે હોય તેવા શિક્ષક ને અંગ્રેજી વિષયના શિક્ષણ કાર્યક્રમાં  પડતી મુશ્કેલી નિવારવા માટે વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ ઉપયોગી  છે,  શિક્ષણકાર્યમાં ઇ-લર્નિંગનો ઉપયોગ વધારવા અને તજજ્ઞ  શિક્ષકોનો પ્રત્યક્ષ  લાભ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
More info & update visit  website
 વેબસાઈટ :    http://virtualclassroomproject.blogspot.com/

➯દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ

        બાયસેગના માધ્યમથી ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી તથા અન્ય વિષયના લેસન પ્રસારિત કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને નૂતન પદ્ધતિથી શિક્ષણ નો અનુભવ મળે છે તેમજ શાળા -  શાળા વચ્ચે વિસ્તારના આધારે થતા તફાવત દૂર થાય છે
           આ કાર્યક્રમ 6 થી 8 ધોરણના બાળકો માટે સપ્તાહમાં ચાર દિવસ પ્રત્યેક દિવસે બપોરે ૨.૩૦  થી સાંજે   ૫.૦૦  વાગ્યા સુધી પ્રસારિત કરવામાં આવે છે.
                     દર મંગળવારે ગણિત,  બુધવારે વિજ્ઞાન , ગુરૂવારે સામાજિકવિજ્ઞાન,  સંસ્કૃત, ગુજરાતી અને હિન્દી તેમજ શુક્રવારે અંગ્રેજી વિષયનું પ્રસારણ કરવામાં આવે છે.
More info & update visit  website
 વેબસાઈટ :  http://gcert.gujarat.gov.in

➯ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા

                આ સંસ્થા શિક્ષણની ગુણવત્તા ઊચીં  લાવવા માટે કાર્યક્રમોનું નિર્માણ કરે છે આ કાર્યક્રમ દૂરદર્શનની ડી ડી ૧ અને ડીડી ૧૧ ચેનલ પર સોમવાર થી શુક્રવાર સુધી સવારે 10.00  થી 10.30 સુધી પ્રસારિત કરવામાં આવે છે.  આ કાર્યક્રમમાં શૈક્ષણિક સમૃદ્ધિ અને શૈક્ષણિક મનોરંજનના વિષયોનો  સમાવેશ થાય છે.
More info & update visit  website
 વેબસાઇટ : http://gujarat-education.gov.in/giet/
➯બાય સેગ કાર્યક્રમ માટેના સેટિંગ્સ અને વંદે ગુજરાત ચેનલની વિગત
➯વંદે ગુજરાત ચેનલ દ્વારા પ્રસારિત થતા કાર્યક્રમોની વિગત
ક્રમ  ચેનલનું નામ  પ્રસારિત થતા કાર્યક્રમો
1 વંદે ગુજરાત  - 1 વહીવટી તાલીમ / માર્ગદર્શન  કાર્યક્રમો
2 વંદે ગુજરાત  - 2 આરોગ્યલક્ષી  કાર્યક્રમો
3 વંદે ગુજરાત  - 3 કૌશલ્ય વર્ધનને લગતા તાલીમ / માર્ગદર્શન  કાર્યક્રમો
4 વંદે ગુજરાત  - 4 વેલફેર તેમજ કૃષિ અને સહકારને લગતા  કાર્યક્રમો
5 વંદે ગુજરાત  - 5 ધોરણ - ૫  ના વિષયોને લગતા કાર્યક્રમો
6 વંદે ગુજરાત  - 6 ધોરણ - ૬  ના વિષયોને લગતા કાર્યક્રમો
7 વંદે ગુજરાત  - 7 ધોરણ - ૭  ના વિષયોને લગતા કાર્યક્રમો
8 વંદે ગુજરાત  - 8 ધોરણ - ૮  ના વિષયોને લગતા કાર્યક્રમો
9 વંદે ગુજરાત  - 9 ધોરણ - ૯  ના વિષયોને લગતા કાર્યક્રમો
10 વંદે ગુજરાત  - 10 ધોરણ - ૧૦  ના વિષયોને લગતા કાર્યક્રમો
11 વંદે ગુજરાત  - 11 ધોરણ - ૧૧  ના વિષયોને લગતા કાર્યક્રમો
12 વંદે ગુજરાત  - 12 ધોરણ - ૧૨  ના વિષયોને લગતા કાર્યક્રમો
13 વંદે ગુજરાત  - 13 ઉચ્ચ શિક્ષણને લગતા વિવિધ વિષયોનું માર્ગદર્શન
14 વંદે ગુજરાત  - 14 ડિપ્લોમા ઇજનેરીને લગતા વિવિધ વિષયોનું માર્ગદર્શન
15 વંદે ગુજરાત  - 15 ડિગ્રી ઇજનેરીને લગતા વિવિધ વિષયોનું માર્ગદર્શન
16 વંદે ગુજરાત  - 16 વહીવટી તાલીમ / માર્ગદર્શન કાર્યક્રમો

વંદે ગુજરાતની આ ૧૬ ચેનલ નિહાળવા માટે સેટપ બોક્સમા નીચેના પેરામીટર સેટ કરવા .
BISAG 16 CHANNEL  PARAMETERS 
SATELITE NAME  GSAT 8
SATELITE  LOCATION  55 DEGREE EAST
RECEIVE FREQUENCY  11510 MHZ
RECIVE POLARIZATION  HORIZONTAL
SYMBOL  RATE 27500 MSPS
LNB FREQUENCY  LOW 9750 MHZ HIGH 10600 MHZ 
FEC  3/4 
VANDE GUJARAT
રાજ્ય સરકારે ગતિશીલ ગુજરાત કાર્યકમ અંતર્ગત પ્રજાલક્ષિ અભીગમ અપનાવેલ છે઼ રાજયની પ્રજાનું જીવન ઘોરણ સુઘારવા માટે શિક્ષણ, કૈાશલ્ય વર્ધન, તાલીમ વિગેરે મહત્વનુ સ્થાન ઘરાવે છે. રાજ્ય સરકારે જેને લગતા કાર્યક્રમો વિના મુલ્યે ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ કરેલ છે. અત્યારના આઘુનીક ટેકનોલોજીના યુગમાં ડિજીટલ જ્ઞાન એ દરેક નાગરીકની દિનચર્યાનો ભાગ બની ગયેલ છે. અને તેનુ જ્ઞાન અનિવાર્ય છે. ઉપગ્રહ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષથી શિક્ષણ, કૌશલ્ય વર્ધન, મહિલા સશક્તિકરણ, પોલીસ સ્ટેશનોમાં કોમ્પ્યુટરની તાલીમ, આરોગ્ય, કૃષિ અને પશુપાલન, વિભાગીય તાલીમ અને વિસ્તરણને લગતા કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. આ ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણમાં અમીરો અને ગરીબો વચ્ચેનુ અંતર સમાપ્ત થાય તે માટે રાજયના તમામ વિદ્યાર્થીઓને સરળતાથી, ઘેર બેઠા, વિના મુલ્યે, સારૂ, સરળ, સમાન શિક્ષણ ટી વી પર મળે તેવુ સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
જેના માટે સરકારશ્રીએ જરૂરી તમામ પાસાઓનુ અઘ્યયન કરી
ગ્રામીણ વિદ્યાર્થીઓ ને સમાન શિક્ષણ અને સમાન નોકરીની તકો મળે
વિદ્યાર્થીઓની યોગ્યતામાં વધારો થાય
પરીક્ષા પરિણામોમાં સુધારો થાય
નોકરી માટે લોકોની યોગ્યતામાં વધારો થાય
વિદ્યાર્થીઓ ને મફત ટ્યુશન નો લાભ થાય
સમાવર્તી વિકાસને બળ મળે
મહિલાઓનું સશક્તિકરણ થાય
ઓપન સ્કુલ/ ઓપન યુનિવર્સિટી દ્વારા વંચિતોને શિક્ષણ મળે
ઉદ્યોગોની ભાગીદારીથી કૌશલ્ય વર્ધન થાય
આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા વધશે.
ગવર્નન્સમાં લોકોની ભાગીદારી વધે
ડીજીટલ લીટરેસીમાં વધારો થાય
ખેડૂતોને ખેતી વિષયક તેમજ પશુપાલન અંગે માર્ગદર્શન તેમજ સરકાર તરફથી મળતી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી ઉપલબ્ધ કરાવી શકાશે  

તે માટે વિશિષ્ટ શૈક્ષણિક ડી.ટી.એચ. ચેનલનો ઉપયોગ કરીને ‘’વંદે ગુજરાત’’ (Video Audio Network for Development and Education) કાર્યક્રમની શરૂઆત કરેલ છે.
વંદે ગુજરાત ચેનલની સંપર્ક માટેની માહિતી :


વંદે ગુજરાતની આ ૧૬ ચેનલ નિહાળવા માટે સેટપ બોક્સમા નીચેના પેરામીટર સેટ કરવા .
વંદે ગુજરાત ની 16 ચેનલમાં ધોરણ 1 થી લઈને 12 સુધીના તમામ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. તેથી મિત્રો ગુજરાત સરકારના નવા અભિગમ મુજબ આ ચેનલ  આપને  શિક્ષણમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકશે. તેથી વંદે ગુજરાત ચેનલ નિયમિત મુલાકાત લેતા રહેશો


Created By : J.P.Sutariya

➯નવતર પ્રયોગ એટલે શું ?
શિક્ષકને વર્ગખંડ કે શાળામાં રોજ-બરોજની ક્રિયામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય અને એ સમસ્યાનું તેણે પોતાની આગવી  કે નવીન  રીતે સફળતાપૂર્વક નિરાકરણ કર્યું હોય એવી પ્રક્રિયા.  જે વિદ્યાર્થીના વિકાસમાં સહભાગી થઈ હોય પ્રયોગના અંતે મૂલ્યાંકન કરતા ગુણવત્તાલક્ષી પરિણામ પણ પ્રાપ્ત થાય તે નવતર પ્રયોગનું એક લક્ષણ છે.
પ્રકારો :
(૧) વર્ગખંડમાં થતા નવાચાર (અધ્યયન /અધ્યાપન પ્રક્રિયા સંદર્ભે )
(૨) શાળામાં થતા નવાચાર (ભાવાવરણ સંદર્ભે )
(૩) શાળા બહારના સહાયરૂપ નવાચાર (લોકભાગીદારી સંદર્ભે )
વિભાગો :
ભાષા,  ગણિત –વિજ્ઞાન,  સર્વાંગી વિકાસ, સહઅભ્યાસિક પ્રવૃત્તિ,  હાજરી,  પરીક્ષા અને મૂલ્યાંકન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ ,સ્વ વ્યવસ્થાપન , મૂલ્ય શિક્ષણ,  ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે.
આપનો નવતર પ્રયોગ ઓનલાઇન સબમિટ કરો
સૌપ્રથમ આઇ. આઇ.એમની વેબસાઇટ www.inshodh.org  ખોલો.
વેબસાઇટ પર આપેલ ભાષા ઓપ્શનમાં અંગ્રેજી કે ગુજરાતી પસંદ કરો.
વેબ સાઈટના મુખ્ય પેજ પર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો.
રજીસ્ટેશન પેજ પર તમારું ઇ-મેલ આઇડી અને પાસવર્ડ તથા તમારી માહિતી ભરો ત્યારબાદ submit પર ક્લિક કરો.
હવે મુખ્ય પેજ પર આપેલ  Login  બટન પર ક્લિક કરો તેમાં ઇ-મેલ આઇડી અને પાસવર્ડ થી લોગીન કરો.
ત્યારબાદ ડેશબોર્ડ ખુલશે તેમાં એડ ઇનોવેશન  પર ક્લિક કરો.
જે પેજ ખુલે તેમાં તમારા નવતર પ્રયોગની માહિતી વિસ્તારથી આપો આ અંગેના કોઈ ફોટોગ્રાફ્સ કે વિડીયો હોય તો તે પણ અપલોડ કરી શકાશે
submit પર ક્લિક કરવાથી  “ થેન્ક્સ ફોર સબમિટ યોર ઇનોવેશન “ લખેલી સ્લાઈડ્સ આવી જશે એટલે તમે સફળતાપૂર્વક ઇનોવેશન સબમિટ કર્યું છે તેની ખાતરી થશે. 


Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera